Thursday, April 28, 2011

હપ્તો ખાઘો હશે,નહીતર કેમ બને? અ'વાદમાં કુતરું સસલાથી ડરે છે - adhir amdavadi ghazal - www.divyabhaskar.co.in

હપ્તો ખાઘો હશે,નહીતર કેમ બને? અ'વાદમાં કુતરું સસલાથી ડરે છે - adhir amdavadi ghazal - www.divyabhaskar.co.in
110428

એ વાત પર ખુદ કુવો અચરજ કરે છે
ખારા પાણીથી પણ કોક ડબલું ભરે છે

મોંઘી કારને કોઇ સ્કુટી અથાડી જાય
પછી સરતીના મ્હોમાંથી સુરતી સરે છે

દુશ્મન કરે તો કમ અસર થાય એની,
દોસ્ત જો દગો કરે તો ખુબ ચચરે છે

પ્લાસ્ટિકનાં ઝાડને પણ પાનખર હોય?
ચાઇનાનું હશે એટલે જ પાન ખરે છે

'શું વાત કહી' પછી પ્રશ્નાર્થ મૂકી દીધો
આ તું દાદ આપે છે કે કચરો કરે છે?

નેતાની ભાગીદારીમાં ધંધો કરી જાણ્યું
ટકાવારી ટેક્સને કેટલો ઓછો કરે છે!

હપ્તો ખાઘો હશે, નહીતર કેમ બને છે?
અમદાવાદમાં કુતરું સસલાથી ડરે છે.

'અધીર'ની ગઝલ તમારી વોલ પર,
તમે ગમો છો એને, તો ટેગ કરે છે!

No comments: