Monday, April 11, 2011

ગણતરીના લોકો નક્કી કરશે IIM કેવી રીતે ચલાવવી? www.divyabhaskar.co.in

ગણતરીના લોકો નક્કી કરશે IIM કેવી રીતે ચલાવવી?

Source: Chirantan Bhatt, Ahmedabad | Last Updated 2:44 AM [IST](11/04/2011)

ફેકલ્ટી મેમ્બર્સને અંધારામાં રાખી વહીવટી ફેરબદલની ચાલી રહેલી પ્રક્રિયા અંગે વ્યાપક અસંતોષ

આઇઆઇએમ-એ સહિતના અન્ય આઇઆઇએમમાં ફેકલ્ટી મેમ્બર્સને અંધારામાં રાખી વહીવટી ફેરબદલની ચાલી રહેલી પ્રક્રિયા અંગે વ્યાપક અસંતોષ ફેલાયો છે. કેટલાક ફેકલ્ટી મેમ્બર્સનું કહેવું છેકે, ગણતરીના લોકો બેસીને નક્કી કરી લેશે કે આ સંસ્થા કોણ અને કેવી રીતે ચલાવશે? આ સંસ્થાનની સફળતામાં ફેકલ્ટીના સભ્યોનું બહુ જ મોટું યોગદાન છે અને તેની સદંતર અવગણના થઇ રહી છે.

ઉલ્લેખનીય છેકે ભાર્ગવ કમિટીના રિપોર્ટ બાદ આઇઆઇએમમાં વહીવટમાં બદલાવ આવી રહ્યો છે. આઇઆઇએમ-એના એક ફેકલ્ટી મેમ્બરે નામ ન જણાવવાની શરતે કહ્યું કે, ‘બોર્ડના સભ્યોની સંખ્યાના મુદ્દાની વાત કરીએ તો અમને તો પ્રસાર માધ્યમોમાંથી ખબર પડે છે કે શું થઇ રહ્યું છે. શું ફેકલ્ટી સંસ્થાનનો હિસ્સો નથી?

કઇ રીતે સભ્યો માટે નિમણુંકો કરાશે?, કઇ પ્રક્રિયા પસંદગી માટે અનુસરાશે એવી કોઇ જ માહિતીનો અમને અણસાર નથી. આઇઆઇએમ-એ સહિતના સંસ્થાનોનો વહીવટ ફેકલ્ટી દ્વારા થતો આવ્યો છે પણ હવે આ તખ્તો કેટલાક ટોચના વહીવટકર્તાઓ આબાદ બદલી રહ્યા છે જે સંસ્થાનું અહિત કરી શકે છે.’

તેમના મતે શૈક્ષણિક સંસ્થાનનો વહીવટ ટોચથી જ થવાનો હોય તો શિક્ષણવિદ્ની મહત્તા જ નથી રહેતી. કેટલાક ફેકલ્ટી મેમ્બર્સને એ પણ ફિકર છે કે જો સભ્યપદની હરાજી થવાનો વિકલ્પ આવશે તો પૈસા આપીને કોઇ પણ ગવર્નિંગ કાઉન્સિલમાં સભ્ય બનશે. આખીય કાર્યવાહી કોઇ ખાનગી સંસ્થાનની હોય તેવી જણાઇ રહી છે.

આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરનારાઓનું એમ પણ કહેવું છે કે, ‘આ સત્તાની શક્તિ અને બુદ્ધિની શક્તિ વચ્ચેનો સંઘર્ષ છે. સવાઁગી વિકાસ વગેરેની વાતો પછી મુઢ્ઢીભર લોકો ભેગા થઇને સંસ્થાના વહીવટનો નિર્ણય કરે તે સાવ અયોગ્ય બાબત છે. વહીવટીકર્તા અને શિક્ષકવર્ગ વચ્ચે મર્યાદિત સંવાદ છે. કેન્દ્ર સરકાર આ સ્થિતિથી સાવ અજાણ છે અને મંત્રાલય કોઇ રીતે તેમાં દખલ નથી કરી રહ્યું. જે સમસ્યા છે એ આઇઆઇએમ-એના ટોચના વહીવટકર્તાઓ તરફથી છે, જેઓ ફેકલ્ટી મેમ્બર્સને આખી બાબતથી દૂર રાખી રહ્યા છે. વળી જો આ અંગે કોઇ સવાલ કરવામાં આવે છે તો અમને સાફ જવાબ નથી મળતા.’

ભાર્ગવ કમિટીના રિપોર્ટમાં શું છે ?
  1. દરેક આઇઆઇએમની એક સોસાયટી હશે જેમાં મેમ્બર બનવા માટે ડોનેશન આપવું પડશે.
  2. સોસાયટીમાં સભ્યોની સંખ્યા ૨૦થી વધવી ન જોઇએ. બોર્ડમાં પણ સભ્યોની સંખ્યા ઘટાડીને ૧૨થી ૧૪ જેટલી રાખવી.
  3. કોઇપણ એક વ્યક્તિની નિમણુંક એક કરતાં વધુ વખત બોર્ડમાં કરી શકાશે.
  4. ડિરેક્ટરને સીઇઓની જેમ વહીવટ સંભાળવો પડશે અને તેમના પદને પ્રેસિડેન્ટ કમ ડીન તરીકે ગણી તેઓને વધુ આર્થિક-વહીવટી સત્તા અપાશે.
  5. ફેકલ્ટી મેમ્બર્સની કામગીરી પર બોર્ડ નજર રાખશે તેમજ તેઓને વહીવટી જવાબદારી નહીં સોંપાય. ઉપરાંત ફેકલ્ટીનો વાર્ષિક લક્ષ્યાંક નિશ્વિત કરાશે.

IIMના ખાનગીકરણ તરફ પગરણ

સૂત્રોએ જણાવ્યું કે આઇઆઇએમ- બેંગલોર, કોલકાતાના કેટલાક ફેકલ્ટી મેમ્બર્સે પણ પોતાના સંસ્થાનમાં ભાર્ગવ સમિતિના રિપોર્ટ અંગે પૃચ્છા કરી ત્યારે તેમને જવાબ વાળવામાં નહોતા આવ્યા. આઇઆઇએમ-એના કેટલાક ફેકલ્ટી મેમ્બર્સને આખીય બાબતમાં ખાનગીકરણ અને અવગણનાની બૂ આવી રહી છે, જે શૈક્ષણિક સંસ્થાનના પાયાને કોરી ખાશે તેવો તેમને ડર છે.

- Sent using Google Toolbar"

No comments: